Pages

Showing posts with label Nidhi. Show all posts
Showing posts with label Nidhi. Show all posts

Wednesday, 4 March 2015

Nidhi and Sehr - Friendship Story on FAB in Gujarati

નવી મિત્રતાનું પ્રભાત
ફેબ્રુઆરી ૨૦૧૪ની આ વાત છે. મને રેડ એલિફન્ટ ફાઉંડેશન તરફથી કીર્તિ જયકુમારની એક ઈ-મેઈલ મળી અને મારા આનંદનો પાર ન રહ્યો. તે ઈ-મેઈલમાં ૨૦૧૪-૧૫ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારા ‘બિલ્ડીંગ પિસ પ્રોજેક્ટ’ (શાંતિ સ્થાપના પ્રોજેક્ટ) માટે મારી પસંદગી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. નવા સંચાર માધ્યમોના ઉપયોગ દ્વારા આ બંને દેશોના લોકોને એકબીજા સાથે જોડવાના નવતર પ્રયોગની આ એક શરૂઆત હતી. મેં મારા પી.એચ.ડી. થિસિસ માટે  જ્યારથી ભારત-પાકિસ્તાન વચ્ચેના વિખવાદ અને તેમાં મીડિયાની ભૂમિકા અંગેના વિષય પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી જ હું સીમા પારના ઘણા લોકો સાથે સંપર્કમાં હતી અને મને ત્યારથી જ આ સીમા પારની મૈત્રીની હૂંફ અને ઉદારતાનો અનુભવ થવા લાગ્યો હતો. આમ છતાં, જે મને ખરા અર્થમાં પાકિસ્તાનનો પરિચય કરાવી શકે અને પાકિસ્તાન વિશે મેં ક્યારેય ન જાણ્યું હોય, તેવી માહિતી આપી શકે, તેવી કોઈ વ્યક્તિ સાથે સતત લાંબા સહવાસ અને સંપર્કની મને જરૂર વર્તાતી હતી. મારા રોજના શૈક્ષણિક કાર્યક્ષેત્ર અને બૌદ્ધિક દાયરામાંથી બહાર આવીને મારે કંઈક અલગ કરવું હતું અને શાંતિ અંગેના મારા વિચારો સાથે તાલમેળ ધરાવતા હોય, તેવા જ વિચારોવાળી કોઈ વ્યક્તિ સાથે દોસ્તીનો એક સુંદર અનુભવ લેવો હતો. કીર્તિએ જયારે મને જણાવ્યું કે શાંતિ સ્થાપવાના આ પ્રોજેક્ટમાં મારી પાર્ટનર સેહર નિસાર છે, ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ. આ પ્રોજેક્ટ અંતર્ગત અમારે બંનેએ શાંતિ સ્થાપન માટેના કામમાં પ્રવૃત્ત રહેવાનું હતું.
સેહર એ લાહોર યુનીવર્સીટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિઝ (LUMS)ની વિદ્યાર્થિની છે. આ પ્રોજેક્ટની શરૂઆતથી જ તેણે મારા હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવી લીધું છે. તેની સાથે ઓળખાણ થયા બાદ મારો એક પણ દિવસ એવો નથી ગયો, જે દિવસે મેં તેને ભાવથી યાદ ન કરી હોય. આજ દિન સુધી અમે રૂબરૂ એકબીજાને ક્યારેય મળ્યાં નથી, તેમ છતાં, આ પ્રોજેક્ટના લીધે અમારા સતતના સંપર્ક, ફેસબુક પરની વાતચીત અને સ્કાઈપ પરના વિડીયો ચેટિંગ સેશન્સના કારણે સેહર મારી જિંદગીનો એક મહત્વનો હિસ્સો બની ગઈ છે અને અમને બંનેને વિશ્વાસ છે કે અમારી આ મિત્રતા જીવનભર ટકશે. એકબીજાના શત્રુ તરીકે ઓળખાતા દેશોની બે વ્યક્તિ જાણે શાંતિના બીજ રોપવા નીકળી હોય, તે પ્રકારે અમારી વચ્ચે વાતચીતની શરૂઆત થઈ હતી. જે દિવસે અમે અમારા પ્રોજેક્ટ માટે એકબીજા સાથે ઔપચારિક વાતચીત શરૂ કરી, તે દિવસે જ સેહરે મને જણાવી દીધું હતું કે તે મને ‘આપા’(બહેન) કહીને સંબોધશે. હું હોંશે હોંશે તેની આ વાત સાથે સંમત થઈ ગઈ, કારણકે આજ દિન સુધી મને ‘દીદી’, ‘તાઈ’ કે ‘બહેન’ (હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં ‘બહેન’ કહેવા માટે વપરાતા શબ્દો) કહેનારાં તો ઘણાં મળ્યાં હતાં, પણ ‘આપા’ (ઉર્દૂ ભાષામાં) કહેનારું કોઈ નહોતું. અલગઅલગ ભાષામાં ‘બહેન’ તરીકે સૌ મને જે પ્રેમથી બોલાવતાં, તે જોતાં આ ‘આપા’ શબ્દ પણ જાણે મારા માટે ખાસ બનાવવામાં આવ્યો હોય, તેમ મને લાગ્યું. બસ, તે દિવસથી હું સેહર માટે તેની ‘નિધિ આપા’ બની ગઈ છું.
‘સેહર’નો અર્થ થાય છે પ્રભાત. આમ જુઓ, તો આ સેહરે મને જીવનમાં દોસ્તી અને હૂંફાળા સંબંધોનો નવો અર્થ સમજાવ્યો છે. બંને દેશોના વિવાદાસ્પદ સંબંધો અંગે અને તેમની વચ્ચે શાંતિ સ્થપાય, તેવી શક્યતાઓ અંગે અમે વાતો કરવા બેસીએ, ત્યારે તેનો કદી અંત આવતો નથી. આ બે દેશ વચ્ચેની દુશ્મનાવટ અને વિવાદના આ વાતાવરણમાં અમે બંને કઈ રીતે શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવામાં કંઈક યોગદાન આપી શકીએ, તેના વિવિધ ઉપાયો વિશે ક્યારેક અમે ચર્ચા કરી છે. વળી, ક્યારેક અમારી પોતાની વ્યક્તિગત ઇચ્છાઓ વિશે પણ એકબીજાને જણાવ્યું છે. ભલે કોઈ તેને વર્ચ્યુઅલ કે આભાસી કહે, પણ એ હકીકત છે કે આજે અમે ઈન્ટરનેટ દ્વારા એકબીજાની જિંદગીનો હિસ્સો બની ચૂક્યાં છીએ. તેનું પરિણામ એ આવ્યું છે કે આજે અમને બંનેને એ વાત સમજાઈ ગઈ છે કે સાચી દોસ્તીમાં કંઈ બે દેશ વચ્ચેની સીમા નડતરરૂપ બનતી નથી. ક્યારેક ટેકનોલોજીકલ તકલીફના કારણે તો ક્યારેક સમયના અભાવ કે અન્ય જવાબદારીઓના કારણે અમારા સંવાદમાં અડચણો પણ આવતી રહી છે. આમ છતાં, ભારત અને પાકિસ્તાન બંનેને સ્પર્શતા હોય, તેવા દરેક મુદ્દાઓ પર અમે અમારા વિચારો એકબીજાને જણાવવાનું ક્યારેય ચૂકતાં નથી. બંને દેશ વચ્ચેના વિવાદ અને શાંતિને સ્પર્શતા અમારા વિચારોની આ આપ-લે  હવે તો એક અર્થપૂર્ણ વાર્તાલાપમાં પરિવર્તિત થઈ ચૂકી છે અને શાંતિમય વાતાવરણ વિકસાવવાના પ્રયાસોના આ સમયગાળા દરમિયાન અમે જે બ્લોગ (www.nidhiandsehr.blogspot.comલખતાં રહ્યાં, તે બ્લોગમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બનીને સચવાઈ ગઈ છે. અમે બંને એ વાતનો ખાસ ખ્યાલ રાખીએ છીએ કે અમે બંને દેશો સાથે સંકળાયેલા દરેક સળગતા મુદ્દા પર એકબીજાનો દ્રષ્ટિકોણ જાણતાં રહીએ અને જેની પર સામસામી ચર્ચાઓ કરી શકાય, તેવા મુદ્દાઓ પર તો ખાસ વાદ-સંવાદ સાધીએ, જેથી અમે ખરેખર શાંતિભર્યું વાતાવરણ ઊભું કરવાની દિશામાં એક કદમ આગળ વધી શકીએ.
ઘણી વાર એવું પણ બન્યું છે કે મારી આ દોસ્ત સાથેની મારી આ વર્ચ્યુઅલ દોસ્તીને ઈન્ટરનેટના માધ્યમમાંથી બહાર કાઢીને ઓફ લાઈન દોસ્તી સુધી આગળ વધારવાની મને તાતી જરૂર વર્તાઈ હોય. હું તીવ્રપણે ઈચ્છું છું કે ભવિષ્યમાં હું તેમ કરી શકું. ઘરમાં કોઈ તહેવાર ઉજવાતો હોય, ‘ઝી ઝિંદગી’  નામની ચેનલ પર પાકિસ્તાની નાટક રજૂ થતું હોય, ત્યારે અને ખાસ તો મેં ‘ફિલ્મીસ્તાન’ ફિલ્મ જોઈ, ત્યારે તો મને સતત એવી લાગણી થતી રહી છે કે કાશ, હું અને સેહર આ બધા સમયે સાથે હોત, તો અમારી દોસ્તીને ખરા અર્થમાં માણી શકત અને દુનિયાની સમક્ષ એક દાખલો બેસાડત કે કઈ રીતે અલગઅલગ દેશની બે વ્યક્તિઓ તેમના દેશની સીમારેખાઓને બાજુ પર રાખીને ખરી દોસ્તી નિભાવી શકે છે. અમારી આ દોસ્તી હવે એટલી ગાઢ બની ગઈ છે કે હું જે પણ કરું, -કંઈક લખું, કંઈક નવું અનુભવું, કોઈ નવી ફિલ્મ જોઉં કે ક્યાંક ડિનર લેવા જતી હોઉં,- પહેલાં તો હું દોડીને સેહરને આ બધું જણાવવા માટે વોઈસ નોટ મોકલવા બેસી જાઉં છું. તેની પાછળનું કારણ એ છે કે તે મારા જીવનમાં કેટલી મહત્વની વ્યક્તિ બની ગઈ છે, તે તેને જણાવવા હું ખૂબ આતુર રહું છું!
ભારત અને પાકિસ્તાન વિશે એકબીજા સાથે વાતો કરતાં અમને બંનેને એક વાત સમજાઈ ગઈ છે કે મિત્રતાભર્યા સંબંધો કેળવવા માટે એ જરૂરી નથી કે અમે બંને સાવ સરખી જ વિચારસરણી ધરાવતાં હોઈએ. જરૂર તો માત્ર એ જ છે કે અમે એકબીજાની વાતને ધ્યાનપૂર્વક સાંભળીએ. આ એક સિધ્ધાંતના પાયા પર જ અમે અમારી વાતચીત કરતાં રહ્યાં છીએ. સેહર મને પાકિસ્તાન વિશે, ત્યાંના અઢળક કુદરતી સૌંદર્ય વિશે, તેનાં કુટુંબ, યુનીવર્સીટી અને તેની ભવિષ્ય અંગેની યોજનાઓ વિશે જે પણ જણાવવા ઇચ્છે, તે સાંભળવામાં હું ખાસ રસ લઉં છું. તેના હાથનાં હુન્નર અને કળા મને ખૂબ પસંદ આવ્યાં છે અને હું હંમેશાં તેનાં વખાણ કરતી રહું છું. આટલી નાની ઉંમરે તે જે પરિપક્વતા બતાવે છે અને મારા અને તેના વિચારો તદ્દન વિરુદ્ધ હોય, ત્યારે પણ મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળવાની જે ધીરજ બતાવે છે, તે પણ મને ખૂબ પ્રશંસનીય બાબત લાગે છે.
વળી, ભારત વિશે વધુને વધુ માહિતી મેળવવાની તેની જિજ્ઞાસાથી મને ક્યારેક આશ્ચર્ય થાય છે, પણ તેની આ જિજ્ઞાસાના કારણે હું પણ મારા દેશને વધુ સારી રીતે ઓળખવા લાગી છું. શિક્ષણ, રાજકારણ, લોકશાહી અને ધર્મ વિશે એકબીજાના વિચારો જાણ્યા બાદ આ મને બધા જટિલ મુદ્દાઓ અંગેના મારા વિચારો પર ફેરવિચારણા કરવાની આવશ્યકતા જણાય છે. હું જાણું છું કે હું તો મારું હૈયું ઉલેચીને મારા બધા જ વિચારો તેને કહી શકીશ અને તે મારી વાત સાથે સંમત નહીં હોય, તો પણ મારી વાત સાંભળવા સામે તે કોઈ વાંધો-વિરોધ નહીં ઉઠાવે. તે મને ધીરજપૂર્વક સાંભળશે જ અને પાકિસ્તાન વિશે હું તેને સતત સવાલો કરતી રહું, તો તે બધા સવાલોના જવાબ આપતી રહેશે.
હું અગાઉ પાકિસ્તાન વિશે ખાસ જાણકારી ધરાવતી નહોતી, પણ સેહરે મને પાકિસ્તાનના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો સુંદર પરિચય આપ્યો છે. હવે ક્યારેક મને તેના વતન લારકના જવાની ઇચ્છા થાય છે અને ક્યારેક હું જ્યાં રહું છું, તે વડોદરા શહેરમાં તેને બોલાવવાની ઇચ્છા થાય છે. હું એવું પણ ઝંખું છું કે હું તેની સાથે અહીં કોઈક ફિલ્મ જોવા જાઉં અથવા તો તેને ગુજરાતી વાનગીઓની મજા ચખાડું. બસ, ત્યારે અમારી વચ્ચે બે દુશ્મન દેશોની દુશ્મનીનો કોઈ બોજ નહીં હોય. અમને બંનેને એકબીજાની નજીક લાવનાર તો આ શાંતિ સ્થાપનાનો પ્રોજેક્ટ જ છે અને આ પ્રોજેક્ટ પ્રત્યેની અમારી સમર્પિતતા પર જ આવનારા દિવસોમાં અમારી દોસ્તી કયા માર્ગે આગળ જશે, તેનો આધાર રહેલો છે. સેહર મને હંમેશાં કહે છે કે તને જે ગમે, તે મને પણ ગમે. બંને દેશો શાંતિની મંઝિલ સુધી પહોંચે, તે માટે અમે જે યાત્રા આદરી છે, તેમાં અમારી દોસ્તીનું રોજ એક નવું પ્રકરણ ઉમેરાતું રહે છે અને હું માનું છું કે જીવનપર્યંત ટકે, તેવી મજબૂત દોસ્તીની આ તો માત્ર શરૂઆત છે.
લેખક વિશે બે શબ્દો: નિધિ શેન્દૂર્નીકર-તેરે ભારતની વડોદરાસ્થિત મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીના પોલિટીકલ સાયન્સ ડીપાર્ટમેન્ટ પી.એચ.ડી. કરી રહેલાં વિદ્યાર્થિની છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં અંગ્રેજી પ્રેસ અને નવાં સંચાર માધ્યમોની ભૂમિકા - તે તેમના સંશોધન અંગેનો વિષય છે.

About the Translator:

Mrs. Khyati Keyur Kharod is an experienced translator and has worked with various faculties of M S University, India and Wisconsin University, US. Her inclination towards languages made her choose translation as her profession. She has also been working with R R Sheth Publishers for the last three years. Moreover, she is also a part of the think tank called Spark Academy, in Surat, which works for the multifaceted development of children.

Friday, 8 August 2014

The dawn of a special friendship

Published at Friendships Across Borders: Aao Dosti Karein - A forum that encourages and nurtures cross-border friendships.

Nidhi Shendurnikar Tere from Vadodara, India, writes about her friendship with Sehr Nisar who is from Larkana and currently studies in Lahore, Pakistan

It was in February 2014, when an email from Kirthi Jayakumar at The Red Elephant Foundation, Chennai delighted me to no end. It announced my selection to the Building Peace Project (2014-15), a yearlong peace initiative between Indians and Pakistanis dedicated to connecting young people on both sides of the border through new media. Ever since I had started working for my doctoral thesis on India-Pakistan conflict and the media’s role, I had been in touch with many people from across the border, and had experienced the warmth and generosity of cross-border friendships. However, I longed for sustained interactions with someone who could introduce me to the Pakistan I had never learnt of before. I wished to go beyond an academic and intellectual pursuit of the domain in which I was working, and experience the fruits of friendship with a person who shared my belief in peace. I was delighted when Kirthi told me that my partner in the peace project would be Sehr Nisar, and we would be engaged in the project as peacebuilders.

Since the beginning of the project, Sehr, who is a student at the Lahore University of Management Sciences (LUMS) has carved a special place in my life. There is not a single day when she is not fondly remembered. Though we have not met each other, our continued association for the project, our conversations on Facebook, and the video chatting sessions on Skype have become so integral to my life that it is difficult to conceive of anything but a mutual feeling of lifelong friendship between the two of us. Our initial interactions started off as individuals belonging to two hostile nations aiming to sow the seeds of peace. The day we formally began interacting for the project, Sehr told me that she would like to address me as ‘Apa’ (sister). I readily and happily agreed as I have often been referred to as ‘Didi’, ‘Tai’, ‘Ben’ (in other Indian languages, namely Hindi, Marathi and Gujarati) but never as ‘Apa’. I felt as if this term was coined specially for me and, ever since, I have been Sehr’s ‘Nidhi Apa’.

Sehr, whose name literally means ‘dawn’, has brought to my life a new meaning of friendship and warmth. Through our conversations, we have endlessly discussed the nature of hostile relations between our countries, the prospects for peace, our individual desires, and the different ways in which we can together contribute to building a peaceful narrative amidst hostility, conflict and animosity. Though virtually, we have begun to share our lives with each other – as a result of which, both of us have started realising that friendships are not hostage to borders. Our conversations have faced hiccups due to technological issues, time and study commitments; however, we have made it a point not to miss updating each other about our views on issues concerning both India and Pakistan. This exchange of views has shaped up into a meaningful conversation around issues related to peace and conflict, documented in our peacebuilding blog, nurtured during this period. We make it a point to address issues that are relevant, and those that can spark a debate in order to take this peace project further.

There are times when I have acutely felt the need to transform this virtual friendship into an offline one, and I wish I am able to do so one day. While celebrating festivals at home, watching Pakistani dramas on Zee Zindagi channel, and when I saw the movie ‘Filmistaan’, I wished Sehr and I could have been together, celebrating our friendship, demonstrating to the world how two people together can cross national barriers and be the best of friends. Such is the depth of our bond that anything new I encounter, anything I write, or things as simple as watching a movie, going out for dinner – I rush to send a voice note to Sehr, eager to let her know how important she has become to my life!

In our conversations on India and Pakistan, we have realised that we need not be similar for our friendship to blossom. We only need to hear each other out. It is on this principle that we have based our interactions. I always am keen to listen to what Sehr has to say about Pakistan, its beautiful landscape, her family, her university, and her inclinations for the future. I have loved and admired her marvellous artistic skills, the maturity she reflects at such young age, and the patience she demonstrates while listening to something which may be totally contradictory to her point of view.

At the same time, her keen interest in knowing about India has amazed me, and it is through her that I am actually getting to know my country better. Our chain of exchanges on issues related to education, politics, democracy, religion has made me rethink an array of complex issues. I know I can talk my heart out to Sehr, and she won’t mind even if she disagrees with what I say. She will still hear me out patiently, and address my unending queries about Pakistan.

Friends forever

She has introduced me to the historical and cultural heritage of her country – to a Pakistan I was unaware of earlier. I long to visit Larkana, her home town; at the same time, have her in Baroda where I reside. I would love to watch a Bollywood movie with her, treat her to home-made Gujarati delicacies and, at the same time, not carry the burden of being friends with a supposed ‘enemy’. It is the Building Peace Project that got us together, and it is our shared commitment to peace on which our friendship will chart its future course. As Sehr says, “I love what you love!” This, I believe, is just the beginning of an everlasting friendship, as we continue to unfold a new leaf with each passing day in our exciting peace journey.  

Friday, 18 April 2014

Our first Skype chat

Me and Sehr have started our BPP 2014 journey and our first chat session took place on March 30, 2014. I felt it was extremely important for both of us to know who the 'other' is, what she is all about before we could start discussing on peace, India, Pakistan, conflict and other such complex issues. The BPP journey has put us together as partners and I take this journey as a holistic experience of friendship wherein we have to start building bonds with each other and also make an attempt to understand the 'other'. This I believe is the thrust of this project. So here we began our journey by chatting with each other. The first chat session encountered many technical glitches (technology after all is also susceptible to faults!). For the first few minutes we were not able to connect on video chat and then when we connected, there was an audio problem. Hence, we decided to engage in a text chat because I feel that connecting with each other should be aided by technology and not dampened by it. Technological tools are the 'soft power' instruments that we are using in this project and these are meant to facilitate our interactions. Our friendships should not succumb to these tools or be held hostage by them so whatever the medium, the interaction has to continue. With this spirit, we started talking to each other with an effort to get to know each other. 

I asked Sehr to tell me something about herself, what she is doing, about her studies and about her family. I also expressed my deep desire to her about visiting Pakistan especially Lahore and Islamabad. Sehr has just turned 18 (awww!!! thats so young :)) and is studying B.Sc Economics in Lahore University of Management Sciences (LUMS as it is famously called). I did tell my friends in India about the B.Sc in Economics that she is pursuing and most of them were surprised because they had never heard of a B.Sc in Economics, but mostly of a B.A. or a B.Com. Sehr told me that she is a bit inexperienced as far as life is concerned and is still trying to explore the various facets of life. Somewhere down the line it set me thinking about the age difference between us (she is 18 and I am 28). Its going to be a rocking combination of a young and an old lady with a mix of young enthusiasm and old experience (I did refer to myself as old !!!!). From the first day when I started my email exchanges with Sehr, she calls me 'Aapa' which means elder sister in Urdu. I told her that I felt very warm and friendly at this gesture of hers. Then we got talking about how she applied for this project and what was it that stimulated her to be a part of this. Personally since I had been working for my PhD on Indo-Pak Conflict Mediation since 2011 and had already connected with a few Pakistanis, I thought that this could serve as an interesting exchange where I could get to explore so many unknown facets about Pakistan. This is how I actually got hooked to the project. Sehr told me that  an instructor in her University shared the link of the BPP project on the page of the journalism society for which she works. And, it hit her instantly. She always wanted to do something like that because she fell in love with History when in the 8th and 9th grade. I asked to tell me in detail about the journalism society because incidentally I also did my Masters in Journalism and Communication and now I am married to a journalist husband. She then asked me about how a PhD is done, what is the time frame and what are the procedures and protocols to be followed while doing a PhD. I then narrated my long PhD journey to her, at the end of which she was gracious enough to offer her help to me in the process of research.

A picture of Ajra sent by Sehr
We then started conversing about our respective families. Sehr is from Sindh (and this is what has fascinated me because I have always wanted to talk to people who belong to parts of Pakistan other than the mainstream Lahore, Islamabad, Karachi etc). Sehr has three siblings - two brothers and a sister. Her sister's name is Saba. Her brothers' are studying in boarding school while her sister stays with her parents. I told her about the two families that I have - my parents and my husband and in-laws. I also told her about my sister who is presently studying Travel and Tourism Management from Gwalior. Sehr expressed her surprise at the diversity and variety in my family since each one is in a different profession. She said that she would like to visit India someday as she has heard that Indian people are very hospitable (Atithi Devo Bhava - Guest is God - as Indian philosophy teaches us). We then started talking about her hometown Sindh and I asked her how it is different from the other regions in Pakistan. She told me its a lot different and then sent me a picture of 'Ajrak' - which is a a traditional shawl type cloth which is prepared specially in Sindh. The discussion then shifted to the festivals celebrated in Sindh since I had heard that Sindh has a substantial Hindu and Sikh population. Sehr told me about the celebrations on Eid which reminded me of my Muslim friends and the delicious sevaiyaan kheer that is served in their homes during Eid. I recalled with fondness my visits to my Muslim friends during Eid (incidentally the next day we were celebrating our Maharashtrian New Year - Gudi Padwa and the discussion weaned towards how we celebrate it. Sehr also told me about the sevaiyaan ki kheer that her mother prepares on the day of Eid and I wish I can visit their place some day and have it for myself. 

Through the discussion, I got to know that the Northern areas of Pakistan are known as the Switzerland of Pakistan and that they are full of simply breath-taking natural beauty. I have seen some pictures of the northern areas and also got to know about them from a research colleague in Archaeology who visited Pakistan as part of an exchange program last year. Sehr's friends had been to Indian Kashmir and they liked it very much, though she could not be a part of the trip. I believe exchange programs serve as excellent platforms to know each other and get the real feeling of being in the place which you just imagined and were curious about. I told Sehr that I am very curious to know about Balochistan, FATA and NWFP in Pakistan. I have only heard about these places and I would like to know more about them. (Balochistan is in Southwest Pakistan, largest in area but little population with Quetta as its main city and Ziarat as a beautiful spot in the region).

The discussion then shifted to a serious note on the presence of the Taliban in Pakistan (this has been a regular news feature in the Indian media along with the attacks on the religious places of minorities, especially Hindu temples). I knew that this was a sensitive topic which should not be broached at such an initial stage in our talks but I was just too curious and could not stop myself and I am glad that Sehr responded to it. The Taliban say that Islamic Sharia Law is not followed in Pakistan. They want to make it proper Islamic Sharia Law to be followed and because of it, they want to change the constitution. If not, they want to destroy it. The Taliban's agenda also includes making women wear the hijab and enforcing their own laws and rules on the people of Pakistan. The mere of idea of this happening scares me and Sehr told me that things are not that good in some parts of Pakistan where Taliban are attempting to dominate. After this, on a personal note I asked Sehr what she thinks of the 'hijab' and does she wear it herself. I told her about a similar practice of 'ghunghat' in some parts of India and personally whether it is a hijab or a ghunghat I am not in favour of it. But Sehr put forward a very matured opinion on the issue and it amazed me. I appreciated her very balanced opinion. She said, "I am neither against nor for it. I have friends who wear it. It is not a bad thing afterall. When we offer prayers we do wear dupatta. So, it is just the act of being comfortable with. It is also choice of every individual right? It should not be used to judge people around. Like, there are lots of kinds of people. Some who will be good from inside but don't wear hijab and some who will be bad from inside but wear hijab, so such things don't tell us about our character. Which is used to assume things here and everywhere."  So here we did have a slight difference of opinion but then we both understood each other's view. That is why the BPP project is all about - Agreeing to Disagree.

At the end of the chat I asked Sehr about her career plans to which her answer was that she is still undecided on this but at present she seems to be inclined towards journalism. I told her about my dream to keep studying endlessly and to open a research institute of my own. Even her father is a passionate reader and it was his dream to see Sehr study in LUMS - one of the best universities in Pakistan. I would like to interact with her family some day, especially with her father. For now I am certain that she is fulfilling both her own and her father's dreams. The sweetest thing that she told me during the entire chat was "I love what you love" (in reference to my passion for research). On this note, we have begun our friendship and with each chat we hope to unfold a new chapter in this exciting journey.

Till the next talk Sehr - miss you and take care :)